गुरुवार, 18 फ़रवरी 2016

શું તમે આ ચોર વિશે વાચ્યું? ? ?

રોકડ રકમ રાખી લીધી પણ ઓળખકાર્ડ મોકલી આપ્યું
મોંઘવારી વધી ગઈ હોવાથી પૈસા અને મેટ્રોકાર્ડ રાખી લીધાની કબૂલાત
ન્યૂયોર્ક, તા. 18ન્યૂયોર્કના એક માણસનું વોલેટ બ્રૂકલીનના એક કાર્યક્રમ દરમિયાન ક્યાંક પડી ગયું
હશે કે પછી ચોરે ખીસ્સું કાપી લીધું હતું. આ ઘટનાથી જેનું વોલેટ ખોવાઈ ગયું
હતું એ માણસ પરેશાન થઈ ગયો. તેમાં તેના ઓળખકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ અને ક્રેડિટ-ડેબિટ કાર્ટ અને મેટ્રોમાંં
મુસાફરીનું મેટ્રોકાર્ડ પણ હતું. આ બધા જ કાર્ડ ફરીથી બનાવવા તેના માટે મુશ્કેલ હતું. એમાં
ઘણા દિવસ લાગે તેમ હતા. ક્રેડિટ અને ડેબિટ કાર્ટ તો જાણે કે બેંક એકાદ સપ્તાહમાં આપી દે, પણ
ઓળખકાર્ડમાં ઘણા દિવસો લાગે અને બીજા કેટલાક સોંગધનામા સહિતના ડોક્યુમેન્ટ્સ આપવાના થાય તેમ હતા.એ
બધી પ્રોસેસમાં પડ્યો જ હતો કે ત્યાં બીજા દિવસે તેના ઘરે એક કવર આવ્યું. તેમાં એક પત્ર હતો.
એ પત્ર પેલા ચોરનો હતો, જેણે વોલેટ તફડાવ્યું હતું. ચોરે પત્રમાં લખ્યું હતું કે આજકાલ મોંઘવારી ખુબ
વધી ગઈ છે એટલે પૈસા તો પાછા નથી મોકલતો પણ તેનું ઓળખકાર્ડ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ પાછા મોકલું
છું. આ કાર્ડ કઢાવતા ઘણી મહેનત પડે છે અને તેનો મારે કોઈ ઉપયોગ પણ નથી એમ તેણે લખ્યું
હતું.તેણે ઉમેર્યું હતું કે પૈસા રાખી લીધા અને વોલેટ ગમી ગયું છે એટલે એ પણ
મોકલવાની ઈચ્છા થતી નથી. મેટ્રોકાર્ડની પણ તેને જરૃર હતી એટલે મેટ્રોના
પ્રવાસ માટે એ કાર્ડ પણ તે રાખી લે છે. ચોરી કરવા છતાં ચોરની આ
સમજદારીની પેલા માણસે સોશ્યલ મીડિયામાં શેર કરી હતી. તેની એ પોસ્ટને
અસંખ્ય લોકોએ શેર કરી હતી અને કમેન્ટ્સમાં ચોરની આ દિલદારી અંગે બધાએ તેને
બિરદાવ્યો હતો!

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

लोकप्रिय पोस्ट