रविवार, 27 मार्च 2016

વાયદા હવામાં : ૨૫૧ માં સ્માર્ટફોન બનાવવાનો દાવો કરનારી કંપની Ringing Bells ના માલિક પર FIR

નોયડા પોલીસે ૨૫૧ રૂપિયામાં સ્માર્ટફોન આપવાનો દાવો કરનારી કંપની
Ringing Bells ના માલિક વિરુદ્ધ ધોખાધડીનો કેસ નોંધ્યો છે.
પોલીસે આ મામલો ભાજપ નેતા કિરીટ સોમૈયાની ફરિયાદ પર નોંધ્યો છે.
પોલીસે રીંગીંગ બેલ્સના માલિક મોહિત અગ્રવાલ અને કંપનીના પ્રેસીડેન્ટ
અશોક ચડ્ડા વિરુદ્ધ આઈપીસીની ધારા ૪૨૦ હેઠળ કેસ નોંધ્યો છે.
કિરીટ સોમૈયાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, ૨૫૧ રૂપિયામાં સ્માર્ટફોન બનાવવું
કોઈ પણ રીતે પોસીબલ નથી. કંપની લોકોને મુર્ખ બનાવી
રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ‘પ્રાથમિક તપાસથી લાગે છે કે, આ મામલામાં એફઆઈઆર
નોંધાવી જોઈએ. અમે કેસ નોંધી લીધો છે ને હવે એક ટીમ આ
સમગ્ર મામલાની તપાસ કરશે. અમે કંપનીને તપાસ માટે આવશ્યક દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવા કહ્યું
છે.’

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

लोकप्रिय पोस्ट